ફાયર બીગ્રેડે ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીના જુના ધુંટુ રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં આજે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આગે પળવાળમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ બનાવની જાણ થતાં ફાયર બીગ્રેડએ ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ધુંટુ રોડ પર આવેલ મેટ્રિક્સ સીરામીક કંપનીમાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી.આગે થોડીવારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આ સીરામીક ફેકટરીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા.આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.જોકે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને આગ ચાલુ હોય ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. [gallery ids='56654,56651,56655,56650']