મોરબી મીડિયા જગતનો આભાર વ્યક્ત કરતા આયોજકો મોરબી : માત્ર મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે જ આયોજિત વુમન બિઝનેસ મેળાને મોરબી ખાતે જબ્બર સફળતા મળી હતી. મોરબીની માનુનીઓ મેળામાં ઉમટી પડતા સ્ટોલ ધારીકાઓ અને આયોજકો ગદગદ બન્યા હતા. આ વુમન બિઝનેસ મેલામાં ત્રીસથી વધુ સ્ટોલ પર બહેનોએ એક જ દિવસની અંદર ત્રણ લાખ સાઈઠ હજાર રૂપિયાથી વધુ રકમનું વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ વેચાણ થકી ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓને એક સશક્ત પ્લેટફોર્મ ઉપલબદ્ધ થયું હતું. મેળાની અભૂતપૂર્વ સફળતાઓ શ્રેય મોરબીના મીડિયા જગતને આપતા આયોજકોએ જણાવ્યું હતું કે મીડિયાના સહયોગથી સબળ પ્રચાર પ્રસાર થવાથી ધાર્યા કરતાં ખૂબ વધુ સફળતા મળી છે. મોરબી મીડિયા જગતે આ વુમન બિઝનેસ મેલાને ખૂબ ખ્યાતિ અપાવી છે. દરેક તબક્કે મીડિયાએ સકારાત્મક સહયોગ આપ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જાગૃત મહિલા ગ્રુપના વિવિધ કાર્યક્રમો માટે પણ આવો જ પ્રચાર પ્રસાર મોરબી મીડિયા દ્વારા કરીને સહયોગ આપવાની અપેક્ષા આયોજકોએ રાખી તમામ મીડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. [gallery ids='56638,56637']