ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામે સુરતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પવા માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં અનેક ગ્રામજનો જોડાયા હતા. હરબટીયાળી મુકામે તારીખ 23 ના રોજ દુર્ઘટનામાં અવસાન પામેલા બે યુવાનોતથા તારીખ 24 ના રોજ સુરતમા ટ્યુશન ક્લાસીસમાં આગના કારણે મૃત્યુ પામેલા 21 કરતાં પણ વધારે નાની વયના યુવાનો જે જીવ ગુમાવ્યો તેના અનુસંધાને કેન્ડલ માર્ચ તથા તેની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટ મૌન પાળી હરબટીયાળી ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ આપી હતી.