હળવદ : હળવદ નજીક કારમાંથી વિદેશી દારૂની ૯૬ બોટલ સાથે પોલીસે ચાર શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ગુનામાં અન્ય બેના નામ ખુલતા તેની સામે પોલીસે ગુનો દાખલ કરી તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના જુના ધનાળા ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક પોલીસે જીજે ૦૩ સીઆર ૪૮૧૧ નંબરની સેવરોલેટ કારમાંથી ૯૬ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૮,૮૦૦ સાથે રણછોડ પ્રભુભાઈ ઝીંઝુવાડીયા, કપી માત્રાભાઈ, છગન ઉર્ફે મહેશ બચુભાઇ સિપરા અને પદુભાને પકડી પાડ્યા હતા. આ ગુનામાં અન્ય ૨ શખ્સોના પણ નામ ખુલતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કરીને તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.