પ્રિયાશી ભરવાડએ ધો.12માં કોમર્સમાં 99.27 પીઆર મેળવતા નિરક્ષર માતાપિતાની ખુશીની કોઈ સીમા ન રહી હળવદ : આજના ગળાકાપ હરિફાઈના યુગમાં શિક્ષણમાં સફળતા મેળવવી સામાન્ય પરિવાર માટે આસાન હોતી નથી.તેમાંય સામાન્ય પરિવારના નિરક્ષર માવતર માટે સંતાનોને ભણાવી ગણાવીને આગળ વધારવાનું સ્વપ્ન સાકાર કરવું પણ મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ હળવદમાં પશુપાલનનો વ્યવસાય કરતા નિરક્ષર ભરવાડ દંપતીએ અનેક કપરા સંજોગો સામે બાથ ભીડીને પોતાની લાડકવાયી દીકરીને સારું શિક્ષણ અપાવીને તેનું ઉજજવળ ભવિષ્ય સુનિશ્ચિત બનાવી દીધું છે તેમની પુત્રીએ ધો 12 કોર્મ્સમાં અસાધારણ સિદ્ધિ મેળવતા નિરક્ષર માતાપિતાની ખુશીની કોઈ સીમા રહી નથી હળવદની વિવેકાનંદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સરૈયા(ભરવાડ) પ્રિયાશીબેન ગોકુળભાઈએ ધો.12 કોમર્સમાં 99.27 પીઆર સાથે સ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યો છે.તેણીએ ધો.10માં પણ 98 પીઆર મેળવ્યા હતા.જોકે તેના પરિવાર માટે આ નાની સુની સિદ્ધિ નથી.કારણ કે તેના માતા પિતા પશુપાલનનો વ્યવસાય કરે છે અને નિરક્ષર છે.માતાપિતાએ સમય સંજોગોને કારણે ભલે શિક્ષણ મેળવી શક્યા ન હોય પરંતુ પુત્રી ભણી ગણીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવે તે માટે બનતા તમામ પ્રયાસો કર્યા હતા નાનપણથી જ વ્હાલસોયી પુત્રીના શિક્ષણ માટે ભારે કાળજી લીધી હતી.પુત્રી સારું શિક્ષણ મેળવે તે માટે નિરક્ષર દંપતીએ કરેલી મહેનત સાકાર થઈ હતી.પુત્રીએ પણ માતાપિતાએ સેવેલા સ્વપ્ન સાકાર કરવા માટે સરસ્વતી અનુષ્ઠાન કરી શિક્ષણમાં શરૂઆતથી તેજસ્વી રહી હતી આજે પણ કારકિર્દીના અગત્યના મુકામ ધો.12માં જવલંત સિદ્ધિ મેળવતા તેના માતાપિતાની આખોમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યા છે પુત્રીએ જે સમાજમાં સન્માન જનક ગૌરવ અપાવ્યું તેના માતાપિતાની ખુશીની કોઈ સીમા રહી નથી. ખરેખર પ્રિયાશી એ મેળવેલી સફળતા સામાન્ય પરિવારો માટે પ્રેરણાનું ઝરણું સમાન છે ત્યારે આગામી આ સમયમાં પણ અભ્યાસ માં ઉતરોતર પ્રગતિ કરી ભરવાડ સમાજ તેમજ પરિવારજનોનું ગૌરવ વધારે તેવી દેવશીભાઈ સરૈયા, વિરેન્દ્રભાઈ સરૈયા,સતિષભાઈ સરૈયા,ગેલા ભાઈ સરૈયા, માધાભાઈ ઝાપડા, દેવશીભાઇ દોરાલા, નાજાભાઇ ભરવાડ ,કાળુભાઈ સરૈયા, કાનાભાઈ સરૈયા, ભૌતિક ભાઈ સરૈયા સહિતના પરિવારજનો તેમજ હળવદ ભરવાડ સમાજના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.