અન્ય એક શખ્સનું નામ ખુલતા તાલુકા પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો મોરબી : મોરબી નજીક લખધીરપુર રોડ પર તાલુકા પોલીસે એક શખ્સને ૬ બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપર ભરત નવઘણભાઈ ખરગિયા રહે. લીલાપર રોડ વાળાને વિદેશી દારૂની ૬ બોટલ કિંમત રૂ. ૨૨૫૦ સાથે પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમા તેને આ વિદેશી દારૂનો જથ્થો મુનાભાઈ વાલાભાઈ ખરગિયા પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે તેમની સામે પણ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.