મોરબી : મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપર તાજેતરમાં બોલેરો હડફેટે બાઇકચાલકનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જરૂરી કાગળો આવતા આજે બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર એશિયન કારખાના સામે ગત તા. ૮ના રોજ બપોરના અરસામાં જીજે ૧૩ એડબ્લ્યુ ૦૪૨૭ નંબરની બોલેરો કારે જીજે ૦૩ એચએમ ૮૬૨૪ નંબરના હોન્ડા સીડી ડિલક્ષ બાઇકને હડફેટે લેતા બાઈકચાલક રામઆશિષ રામઅવધ આત્મજ ઉ.વ. ૨૮નું મોત નીપજ્યું હતું. આ મામલે જરૂરી કાગળો આવતા બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.