હાલ ફાયર સેફટીનું ચેકીંગ ચાલી રહ્યું છે તે વેળાએ જ આગ લાગતા ફજેતાથી બચવા મીડિયાકર્મીઓને બનાવથી દૂર રખાયા : રોડ ઉપર ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા અફરાતફરી મોરબી : મોરબીના વી માર્ટમા આજે સાંજના અરસામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. મોલ માંથી આગના ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા થોડીવાર ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે મોલ અંદરના ફાયરના બાટલાથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ હાલ ફાયર સેફટીનું ચેકીંગ ચાલી રહ્યું છે તે વેળાએ જ આગ લાગતા ફજેતાથી બચવા મીડિયાકર્મીઓને બનાવથી દૂર રાખીને તાત્કાલિક મોલને બંધ કરી દેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વી માર્ટના મોલમાં આજે સાંજના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગના કારણે રોડ ઉપર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાના પગલે આ વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ મોલમાં કપડાના ડિપાર્ટમેન્ટમાં શોર્ટ શાર્કીટથી આગ લાગી હતી. પરંતુ મોલના કર્મચારીઓએ સર્તકતા દાખવી ફાયરના બાટલાનો ઉપયૉગ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનાના પગલે મોલની બહાર ધુમાડા નીકળતા મોલની બહાર લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. જયારે હાલ તંત્ર દ્વારા ફાયર સેફટીનું ચેકીંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન જ આગ લાગવાનો બનાવ બનતા ફજેતાથી બચવા માટે સમગ્ર બનાવ ઉપર પડદો પાડવાના પ્રયાસો પણ થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી મીડિયાકર્મીઓને દૂર રાખીને તાત્કાલિક મોલ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ આગના કારણે કેટલું નુકશાન થયું અંદર શુ થયું વગેરે બાબત જાહેર ન થાય તે માટે મોલને બંધ કરી અંદર આગ બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે ગઈકાલે જ સુરતમાં આગની દુર્ઘટના બની હતી. જેના લીધે સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે આવા બનાવ મોરબીના ન બને તે માટે તંત્રએ આજથી ચેકીંગ પણ શરૂ કર્યું છે. આ દરમિયાન જ આજે આગનો બનાવ સામે આવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. આ ઘટનાના ફોલોઅપ સમાચાર માટે અહીં ક્લીક કરો : http://morbiupdate.com/2019/05/25/morbi-v-mart-aag-palika-notice/ આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne