મોરબી : મૂળ કોયલી ગામના વતની અને હાલ મોરબી રહેતા અતુલભાઈ અંનતરાય મહેતાના મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા પુત્ર પલ મહેતાએ ધો 10 એસએસસી બોર્ડની પરીક્ષામાં 93 ટકા અને 99.75 પીઆર મેળવીને મહેતા પરિવાર તથા એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.જે બદલ મહેતા પરિવાર અને એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારે આ તેજસ્વી વિધાર્થીને શૈક્ષણિક કારકિર્દીમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.