1998નો ભાજપના જ વલ્લભભાઇ કથીરિયાનો 3,54,996ની લીડનો રેકોર્ડ તોડ્યો મોરબી : રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડરિયાની અભૂતપૂર્વ લીડથી જીત થઈ હતી.મોહનભાઇએ ગત લોકસભાની ચૂંટણીમાં મેળવેલી લીડનો પોતે જ રેકોર્ડ તોડીને 3.70 લાખ જેવી રેકોર્ડબ્રેક લીડથી શાનદાર વિજય મેળવી લેતા ભાજપની છાવણિમાં ભારે હર્ષોલ્લાસ છવાયો હતો. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના રિપીટ થયેલા ઉમેદવાર મોહનભાઇ કુંડરિયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા વચ્ચે સીધો જ ચૂંટણી જંગ હતો.ગત 23 એપ્રિલે રાજકોટ લોકસભા બેઠકની યોજાયેલી લોકસભાની ચૂંટણીની આજે સવારે રાજકોટ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જોકે મતગણતરીના એકપછી એક રાઉન્ડ પુરા થતા જ મોહનભાઇને ભારે મતોની લીડ મળવાનું ઉતરોઉતર વધતા લલિતભાઈથી વધુ લીડ સાથે આગળ નીકળી ગયા હતા.આ રીતે મોહનભાઈએ 3 લાખથી વધુ લીડ મળતા તેમની વિજય નિશ્ચિત થઈ ગઈ હતી.કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા 3 લાખથી વધુ મત મેળવી શક્યા હતા.જોકે મોહનભાઇએ ગત 2014ની લોકસભાની ચૂંટણીમાં મેળવેલી કુલ લીડનો આ વખતે પોતે જ રેકોડ તોડી નાખ્યો હતો અને મતગણતરીના તમામ રાઉન્ડના અંતે તેમણે 3.70 લાખ મતની લીડથી વિજય હાંસલ કરી લીધો હતો.રાજકોટ બેઠક પર ભાજપે પુનરાવર્તન કરાવીની સાથે ઐતિહાસિક લીડથી વિજતા થતા સમગ્ર ભાજપ છાવણીમાં વિજ્યોત્સવનો માહોલ સર્જાયો હતો.