મોરબી : મોરબીમાં સતવારા સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા આગામી તા.28 મેં ના રોજ મંગળવારે રામકો ફાર્મ, બાયપાસ રોડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં મેળાનું ગ્રાઉન્ડ મોરબી ખાતે સતવારા સમાજના પાંચમા સમૂહલગ્ન યોજાશે.આ સમુહલગ્નમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. આ સમૂહલગ્નને સફળ બનાવવા સતવારા સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મેરૂભાઈ કંઝરીયા, ઉપપ્રમુખ ધરમશીભાઈ હડિયલ, મંત્રી લાલજીભાઈ જાદવ, તથા અન્ય હોદેદારો ભાવેશભાઈ કંઝરીયા, દિનેશભાઇ પરમાર, વિજયભાઈ પરમાર, પ્રભુદાસભાઈ ડાભી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.