- text
લલિતભાઈ કગથરાના પુત્રના અકાળે થયેલા અવસાન બદલ જીતની ઉજવણી ન કરવાનો મોહનભાઇ કુંડારીયાનો નિર્ણય
મોરબી : લલિતભાઈ કગથરાના પુત્રનું તાજેતરમાં અવસાન થતાં આવતીકાલે ચૂંટણીના પરિણામમાં જો ભાજપનો વિજય થશે તો ટંકારામા વિજય સરઘસ ન કાઢવાનો ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ નિર્ણય લીધો છે.
પડધરી- ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્રનું તાજેતરમાં અકસ્માતમા નિધન થયું છે. વધુમાં આવતીકાલે ગુરુવારે લોકસભા ચૂંટણીની મતગણતરી યોજાવાની છે. ત્યારે જો ભાજપનો વિજય થાય તો ટંકારા અને પડધરી વિસ્તારમાં વિજય સરઘસ ન કાઢવાનો ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડરિયાએ નિર્ણય લીધો છે.
- text
વધુમા મોહનભાઇ કૂંડારિયાએ કહ્યું કે રાજકોટ શહેરમાં ઉજવણી કરવી કે કેમ તે અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિર્ણય લેવાના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લલિતભાઈ કગથરાના પુત્રની અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ભાજપના નેતાઓ પણ જોડાયા હતા અને તેઓએ શોક પણ વ્યક્ત કર્યો હતો.
- text