- text
વાંકાનેર : વાંકાનેરના સરતાનપર ગામે શ્રમિક યુવાનનું ગળું કાપીને હત્યા નિપજાવનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો.આ આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
- text
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિર નજીકથી ટોકો સિરામિકમાં કામ કરતા શ્રમિક યુવાન મુન્નાભાઈ લલનભાઈ ચોબે (ઉ.વ.૩૦) નામના યુવાનનું ગળું કાપીને હત્યા કરેલી લાશ મળી હતી.બાદમાં એલસીબીએ આરોપી કેશુભાઈ રાયસિંગભાઈ કોળીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપીને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટ બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.
- text