- text
મોરબી : મોરબીના સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલ દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસરને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગર તથા અન્ય વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માટે રજુઆત કરવામાં આવી છે.
- text
મોરબી-2 સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગર તથા અન્ય સોસાયટીઓમાં આગામી ચોમાસાને દયાનમાં લઈને પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માટે માંગણી ઉઠી છે. આ રજુઆતમાં જણાવાયુ છે, કે સામાકાંઠે ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા હોવાને લીધે ભૂગર્ભ ગટરો ભરાયેલી હાલતમાં છે. જે બાબતે અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. જો આવી જ હાલત રહેશે તો વરસાદ દરમિયાન વધુ મુશ્કેલી ઉભી થશે અને રહેવાસીઓના ઘરમાં પાણી ભરાઈ જવાની પણ સંભાવના છે. આથી નવી તથા જૂની ભૂગર્ભ ગટરો વહેલી તકે સાફ કરાવવા માટે સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે ચીફ ઓફિસર, નગર પાલિકાને રજુઆત કરી છે.
- text