મોરબીમાં સાઇકલિંગ કરતા તબીબને એસટીએ હડફેટે લેતા ઇજા

- text


વાંકાનેરમાં ડમ્પર હડફેટે યુવાનને ઇજા

મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ પર સાઈકલિંગ કરતા તબીબને એસટી બસ હડફેટે ઇજા પહોંચી હતી જ્યારે વાંકાનેરમાં ડમ્પરે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા થઇ હતી.

મોરબી એ ડિવિઝનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની માધાપર શેરીમાં રહેતા ડોકટર ભરતભાઇ કાનજીભાઈ ખાણધર તા 21ના રોજ પોતાની સાયકલ લઈને લેજેન્ડ જીમ ખાતે જઇ રહ્યા હતા અને અયોધ્યાપુરી રોડ પર જયદીપ ચોક પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતી જી.જે 18 ઝેડ 3028 નંબરની એસટી બસના ચાલકે સાયકલને હડફેટે લેતા ડોક્ટરને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે તેમને એસટી ચાલક સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે બીજા અકસ્માતના બનાવમાં વાંકાનેર સતાપર ગામે રહેતા ભીમભાઈ જોગભાઈ ગણદિયા ઉ.વ.40 તા.21ના રોજ પોતાના બાઇક પર તરકીયા ગામ નજીક પસાર થઈ રહ્યા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતા જી.જે.13 ડબ્લ્યુ 2139 નંબરના ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા થઇ હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

- text