મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં ઘર પાસે સુવા બાબતે યુવાનને બે શખ્સોએ લાકડીથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.જેમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુનુશભાઈ જુસબભાઈ સુમરા ઉ.વ.38એ વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રહેતા યાસીન ઉફે અસલો અબ્દુલભાઇ જેડા, ઇબ્રાહિમ સુભાનભાઈ જેડા સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે,ફરિયાદી યુવાન તા.21ના રોજ રાત્રે આરોપીના ઘર પાસે સુવા ગયો હતો.તે સમયે આરોપીએ અહીં સુવા આવવું નહિ તેમ કહી યુવાનને લાકડીથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે તેણે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.