કાર અગનગોળો બની : ફાયરે આગ પર કાબુ મેળવ્યો : કોઈ જાન હાનિ નહીં મોરબી : મોરબીના સતત ધમધમતા શનાળા રોડ પર એક કારમાં અચાનક જ આગ લાગતા થોડીવાર દોડધામ મચી ગઇ હતી. જોકે આ બનાવમાં કોઈ જાન હાનિ થઈ નથી. અને ફાયરબ્રિગેડ વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. શનાળા રોડ પર મહેશ હોટલથી આગળ વાઢારા ગેસ એજન્સી નજીક સ્વામિનારાયણ મંદિરના ગેટ એક કારમાં અચાનક જ આગ લાગી હતી. આ કાર સીએનજી હતી. અને થોડીવારમાં જ કાર અગનગોળો બની જતા થોડીવાર માટે રોડ પર ટ્રાફિક વ્યવ્હાર અટકી ગયો હતો અને દોડધામ મચી ગઇ હતી. જોકે કારમાંથી કાર ચાલક સમયસર ઉતરી જતા જાનહાનિ ટલી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા એ સમય સુચકતા વાપરી ફાયરફાયટર ને બોલાવી લેતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવી લીધો હતો.