સ્વયંસેવક મહેશભાઈ ભોરણીયા સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સ્વયંસેવક મહેશભાઈ ભોરણીયા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 'મહેમાનો ઓ વ્હાલા' શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. આજે આ શોમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સ્વયંસેવક મહેશભાઈ ભોરણીયા મહેમાન બનવાના છે. આજે તેઓ આ શોમાં 'ઇન્ડિયા સે ભારતકી ઓર' ના પ્રયત્નોને સાર્થક કરવા માટે થતા પ્રયત્નોની ચર્ચા તથા આપણી બદલાતી જતી ખોરાક તથા પહેરવેશની આદત વિશે ચર્ચા કરવાના છે, તો આજે તેમના તથા તેમની સંસ્થા વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે.મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.