હુમલો કરનાર ત્રણ શખ્સો સામે નોંધતો ગુનો માળિયા : માળીયામા પત્ની સાથે વાત કરતા યુવકને એક શખ્સે અન્ય બે શખ્સ સાથે મળીને ધોકા ફટકાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. એ મામલે યુવકની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યાવાહી હાથ ધરી છે. હળવદની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ ઈશ્વરભાઈ મોરડીયાએ માળિયા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓને રિતેશભાઈ સોની રહે. સુરેન્દ્રનગરવાળાની પત્ની સાથે ફોન ઉપર વાત કરતા હોય જેનો ખાર રાખી રિતેશભાઈએ માળિયા નજીક કારમાં અન્ય બે શખ્સો સાથે ધસી આવીને તેની કાર આંતરી ધોકા વડે માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. આ ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યાવાહી હાથ ધરી છે.