ટંકારા : ટંકારા નજીક રાજકોટ- મોરબી રોડ પર બંધ ટ્રક પાછળ ટ્રક ધડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકને ગંભીર ઇજાઓ પહોંચતા તુરંત જ ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબી- રાજકોટ રોડ પર હરબટીયાળી ગામ અને ટંકારા વચ્ચે એક બંધ ટ્રક પાછળ રાજકોટ તરફથી આવતા ટ્રકે ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ગંભીર રીતે ઘાયલ થયા બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પ્રથમ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયાનુ જાણવા મળ્યું છે