વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે.ની હદમાંથી યુવતીનું અપહરણ કરી નાસી જનાર એક આરોપીને મોરબી એસ.ઓ.જીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી અપહરણ થયેલ યુવતી સાથે પૂર્વ બાતમીના આધારે દબોચી લીધો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણના બનાવની એક ફરિયાદના સંદર્ભે એસ.ઓ.જી મોરબીના પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ પટેલ તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળતા એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી મુકામે મળેલ બાતમીની ખરાઇ કરતા અપહરણના ગુન્હામાં ભોગ બનનાર સાથે વાંકાનેર તા.પો.સ્ટે.ના ગુન્હામાં કલમ 363, 366ના કામનો નાસતો ફરતો આરોપી દેવકરણ દેવજીભાઈ કડીવાર ઉં.વ.22 ધંધો ક્ષૌર કર્મ (વાણંદ કામ), રહે. ભડિયાદ, રામદેવપીરના ઢોરા પર, નજરબાગ, મોરબી વાળો અપહરણનો ભોગ બનનાર સાથે મળી આવતા સીઆર.પી.સીની કલમ 41(1) આઈ હેઠળ એની અટક કરી વાંકાનેર પો.સ્ટે.ને સોંપ્યો હતો. જ્યારે અપહરણનો ભોગ બનનારને એના વાલીને સોંપી હતી. આ કામમાં પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ પટેલ, પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. અનિલભાઈ ભટ્ટ રોકાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news