મોરબી : મોરબીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શિખરબદ્ધ મંદિરના શિલાન્યાસ મહોત્સવ ઉપક્રમે પ.પૂ.પ્રમુખ સ્વામી તથા પ.પૂ.મહંત સ્વામીના કૃપાપાત્ર સંત પૂ. અપૂર્વમુની સ્વામી પોતાની વિદ્ધવતા સભર વાણી દ્વારા આધુનિક અભિગમ પ્રેરક પ્રવચન આપશે. સમાજમાં આજે ઉત્પાત વધી રહ્યો છે. પૌરાણિક સંસ્કૃતિ સાથે અધુનિકતાનો સુભગ સમન્વય કરીને અખંડ આનંદની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય એ બાબતે વ્યક્તિ અસમંજસ અનુભવી રહ્યો છે. ત્યારે Think different...Be different વિષય પર પોતાના વક્તવ્ય દ્વારા પૂ.અપૂર્વમુની સ્વામી પરમ શાંતિનો અનુભવ કરાવશે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તારીખ 14/5/2019ને મંગળવારે રાત્રે 8:30 થી 11:00 વાગ્યા સુધી પ્રમુખ બંગલોઝ, કેનાલ રોડ મોરબી ખાતે આયોજિત વિશિષ્ઠ પ્રેરણા સમારોહમાં આયોજકો તરફથી જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news