હળવદ : હળવદ નજીક બાઇક ઉપર ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ લઈ જતા શખ્સને પોલીસે પકડી પાડી રૂ. ૩૨,૮૨૫નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક ધ્રાંગધ્રા બાયપાસ રોડ ઉપર જીજે ૧૩ એજી ૦૦૧૨ નંબરનું બાઇક લઈ જતા રવિરાજસિંહ રામવિજયસિંહ ઝાલા ઉ.વ. ૨૭ને પોલીસે વિદેશી દારૂ બોટલ નંગ ૧૮ કિંમત રૂ. ૭૮૨૫ સાથે પકડી પાડ્યો હતો. ઉપરાંત પોલીસે બાઇક અને મોબાઈલ મળીને રૂ. ૩૨,૮૨૫નો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news