કોર્ટમેરેજ કરીને હિન્દૂ ધર્મની પરંપરા કોરાણે મુકતા યુવા-યુવતીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો મોરબી : શહેરના રોહિદાસપરામાં રહેતા અને ભાજપ અગ્રણી મનુભાઇ સારેસાએ આજથી વિસ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. પોતાનો સંસાર સુખરૂપ શરૂ થયો હતો. આ વિસ વરસના લગ્નજીવન દરમ્યાન તેઓ બે પુત્ર અને એક પુત્રીના માતા પિતા બન્યા હતા. જેમાં મોટા પુત્રની ઉંમર 17 વર્ષની છે. જે હાલમાં જ લેવાયેલી એચ.એસ.સીની પરીક્ષામાં 86% સાથે ઉત્તીર્ણ થયેલ. ભારતીય હિન્દૂ સંસ્કૃતિમાં લવમેરેજ કરેલ યુગલો અમુક ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં રીતરીવાજની દ્રષ્ટિએ સ્વીકાર્ય નથી. આથી વડીલોની વાતને ગ્રાહ્ય રાખી વીસ વર્ષના ઘર સંસાર પછી આજે ફરીથી મનુભાઇ સારેશા અને એમના પત્ની ગીતાબેન મનુભાઇ સારેશાએ સમાજના રીતરીવાજ મુજબ ચાર ફેરા ફરી ધાર્મિક વિધી મુજબ નાત જમણવાર કરી ઘામધુમથી લગ્ન કર્યા હતા. મનુભાઇ સારેશા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે મે અને મારા પત્ની ગીતાબેન મનુભાઇ સારેશાએ (મોરબી નગર પાલીકા કાઉન્સિલર) આજથી વીસ વર્ષ અગાઉ લવમેરેજ કર્યા હતા. સમાજના રીતરીવાજ મુજબ લગ્ન સંસ્કારની ધાર્મિક વિધીઓ બાકી રહી જતી હોય જેથી અમે સમાજના રીતિ રિવાજો અનુસાર સામાજિક પ્રસંગોમાં અમુક વિધિમાં બેસી ન શકીએ. સમાજમાં આવા ઘણા કિસ્સાઓ હોય છે. જેમાં ઘણા યુગલોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. સમાજમાં આવા યુગલોએ ઘણી ટીકાઓનો સામનો કરવો પડતો હોય છે. ટીકાઓથી બચવા કે અમુક ધાર્મિક અનુષ્ઠાન, સામાજિક પ્રસંગોમાં સજોડે બેસવા અને દંપતી તરીકે પ્રસ્થાપિત થવા યુગલોએ મંદિરમાં જઇ આવી વિધી પુરી કરવી પડતી હોય છે. જોકે અમે સમાજ વચ્ચે ધામધૂમથી આ લગ્નની વિધી રીત રિવાજ અનુસાર નિભાવી છે. અમારા આ પ્રયાસથી લવમેરેજ કરેલા એવા ઘણા અન્ય યુગલોને પ્રેરણા અને હિંમત મળશે. તેમજ લવમેરેજના વર્ષો બાદ પણ સામાજિક રીતિ રિવાજ મુજબ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવા માટેની દેખીતી શરમમાં ન રહેવાની પ્રેરણા મળશે એ હેતુથી અમે ત્રણ સંતાનોની પ્રાપ્તિ પછી પણ ચોરીના ફેરા ફરવાનો નિર્ણય લીધો હતો એમ અંતમાં મનુભાઈએ જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news