મોરબી : મોરબીના વિસીપરા મેઈન રોડ પર ખાદીભંડાર પાસે રહેતી નિમુબેન રમેશભાઈ ભોજણીયા ઉ.વ.32 નામની મહિલાને થોડા સમય પહેલા એકવર્ષ માટે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ એમ પાંચ જિલ્લામાંથી હડપાર કરવામાં આવી હતી.છતાં આ મહિલા હદપારીના હુકમનો ભંગ કરીને તેના ઘર પાસે હોવાની બાતમી મળતા એસઓજીના સ્ટાફ અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા તથા મહિલા લોકરક્ષક પ્રિયંકાબેન પૈજાએ આ મહિલાને તેના ઘર પાસેથી ઝડપી લીધી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ મથકમાં આ મહિલા સામે હદપારીના હુકમનો ભંગ કરવાનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news