પેટ્રોલ લેવા લોકોના ટોળા ઉમટયા : સદનસીબે અકસ્માતમા કોઈ જાનહાની નહિ ટંકારા : ટંકારાના લજાઈ પાસે હાઇવે પરથી પસાર થતું પેટ્રોલ ભરેલું ટેન્કર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેવાતા પલ્ટી ખાઈ ગયું હતું. આ વેળાએ લોકોના ટોળેટોળા પેટ્રોલ લેવા માટે ઉમટી પડ્યા હતા. લોકોએ ટેન્કર નીચે રીતસર ડોલ પણ ગોઠવી દીધી હતી. પ્રાપ્ત વિગત મુજબ મોરબી-રાજકોટ હાઇવે પર આજ સાંજે રાજકોટથી પેટ્રોલ ભરીને આવતું ટેન્કર જીજે 03 એટી 3425ના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા લજાઈ નજીક હાઇવેની સાઈડના ખાડામાં ઉતરી ગયું હતું. જોકે ત્યાં હાઇવેનું કામ ચાલુ હોવાથી હાઇવે નિર્માણના સામાનની ઓથે લટકતું રહી ગયું હતું. આ બનાવના લીધે લોકોના ટોળેટોળા પેટ્રોલ મેળવવા માટે બનાવસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોએ પેટ્રોલ મેળવવા માટે રીતસર ટેન્કરના લીકેજ નીચે પોતાના ડોલ માંડી દીધી હતી. આ સમગ્ર ઘટના નિહાળવા અહીંથી પસાર થતા વાહનચાલકો પણ થોડી વાર માટે પોતાનું વાહન પાર્ક કરીને પ્રેક્ષક બનીને ઉભા રહી ગયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news