મોરબી : મોરબીના ભડિયાદ ફાટક નજીક બાઇક સ્લીપ થતા બાઇક સવારનું સારવાર દરમ્યાન મોત નિપજતા મોરબી બી.ડીવી. પોલીસે અકસ્માતની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બી.ડીવી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર ગામે રહેતો લાભુભાઈ અમરશીભાઈ બોસિયા (ઉં. વ.૨૭) રવાપરથી તળાવીયા શનાળા તરફ મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે મોરબીના ભડિયાદ રેલવે ફાટક નજીક અચાનક બાઇક સ્લીપ થતા ઘાયલ અવસ્થામાં મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજતા બી.ડીવી.પોલીસ સ્ટે.ના હેડ.કોન્સ. આઈ.ટી.જામે અકસ્માતે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news