માત્ર ચાર વર્ષના બાળકે બીજાને મદદરૂપ થવાની ભાવના દર્શાવી મોરબી : મોરબીના નારણકા ગામે પાટોત્સવ નિમિતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં યુવાનોને રક્તદાન કરતા જોઈને પ્રભાવિત થયેલા બાળકે પણ રક્તદાન કરવાની પિતા સમક્ષ જીદ કરી હતી. આમ આ બાળકે બીજાને મદદરૂપ થવાની જે ભાવના વ્યક્ત કરી હતી. તે તમામ માટે પ્રેરણાદાયી સાબિત થઈ હતી. માનસર ગામનો અને માત્ર ૪ વર્ષનો LKGમાં અભ્યાસ કરતો બાળક આર્ય રજનીશભાઇ મેરજા નારણકા ગામે મેરજા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં એમના પિતાએ રક્તદાન કરતા જોઈને એ વિશેપિતા રજનીશભાઇને રક્તદાન કેમ કરે છે એ પ્રશ્ન પુછ્યો હતો અને રજનીશભાઇએ સમજાવતા કહ્યું કે જેમના શરીરમાં લોહીની કમી હોઈ બીમાર હોઈ તેમને આ લોહી ચડાવવામાં આવે છે અને આ રીતે આપણું લોહી તેને ઉપયોગમાં આવે છે. પિતાની આ વાતથી આર્યના મનમાં પણ લોકોને ઉપયોગી થવા માટે રક્તદાન કરવાની અદમ્ય ઈચ્છા જાગી હતી અને માત્ર ચાર વર્ષના બાળકે પણ પિતા પાસે મારે પણ રક્તદાન કરવું છે તેમ કહીને હઠ પકડી હતી.પિતાએ સમજાવવા છતા પણ ના સમજતા અંતે બ્લડકેમ્પમાં માત્ર લોહી કાઢી બસ નાના બાળકોને આ રીતે લોહી લેવામાં આવે છે તેમ સમજાવીને તેની જીદનું સામાધાન કરવામાં આવ્યું હતું. જોકે તેમના પિતા રજનીશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, તેની હાથની આંગળીમાં પીન લગાડવા છતા ગભરાયા વિના એ નીડરતાથી ઉભો હતો. અને મને વિશ્વાસ છે ભવિષ્યમાં એ રક્તદાન ઉપરાંત અનેક સેવાકાર્ય કરી અન્ય ને ઉપયોગી બનશે. તેમજ વધુમાં ઉમેર્યું હતું કે આર્ય ના ગ્યા બર્થડે અનાથ આશ્રમના બાળકો સાથે ઉજવવામાં આવેલ અને આ વખતે પણ તેના જન્મદિવસની ઉજવણી અનાથ આશ્રમના બાળકો સાથે જ કરવી છે એને તે બાળકો સાથે આનંદ થાય અને મિત્રો પણ બનાવ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news