સરકારી સંસ્થાએ સાબિત કરી બતાવ્યું કે શ્રેષ્ઠ પરિણામ માત્ર ખાનગી શાળા કે ટ્યુશનથી જ ન મળી શકે મોરબી : આજરોજ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની ૧૨૫ વર્ષ જૂની ધી વી સી ટેકનિકલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવીને શાળાનું નામ દીપાવ્યું છે. આ વર્ષે પણ પરંપરાને જાળવી રાખીને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી તેમના માતા પિતા તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ શાળાની વિદ્યાર્થિની નકુમ પાયલ કે જેમના પિતાશ્રી ફોટોફ્રેમ બનાવવાનું કામ કરે છે, તેણે 98.50 PR સાથે શાળામાં પ્રથમ આવેલ છે. તેમની સાથે અન્ય વિદ્યાર્થિની પરમાર જુહી કે જેમના પિતાશ્રી નગરપાલિકામાં સફાઈ કામદારના સુપરવાઇઝર છે તથા તેમના માતા શિક્ષિકા છે. તેણે 98.44 PR સાથે શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત રાઠોડ કિંજલ નામની વિદ્યાર્થિનીએ 88.38 PR મેળવીને શાળાનું નામ દીપાવ્યું છે.તેમના પિતાશ્રી કડિયા કામની મજૂરી કરે છે. આ ત્રણેય હોનહાર વિદ્યાર્થિનીઓએ શાળા સ્ટાફ અને માતા પિતાને શ્રેય આપતાં કહ્યું છે કે દરરોજની નિયમિત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ટ્યુશનમાં ગયા વિના માત્ર શાળામાં ચલાવવામાં આવતાં અભ્યાસક્રમમાં પૂરતું ધ્યાન આપીને, તેનું યોગ્ય પુનરાવર્તન કરવાથી આ સફળતા પ્રાપ્ત થઇ છે. આ બાબતે શાળાના આચાર્ય શ્રી બી. એન. વીડજાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું છે કે વિદ્યાર્થી જીવનમાં હંમેશાં નિયમિત રીતે અને ટાઈમ મેનેજમેન્ટથી કરવામાં આવતું કાર્ય કદી નિષ્ફળ જતું નથી. તેમની સાથે સંપૂર્ણ શાળા પરિવારે ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે. આ બાબત જ જીવંત ઉદાહરણ છે કે સરકારી શાળામાં અભ્યાસ કરીને, ટ્યુશન વિના પણ સારું પરિણામ લાવી શકાય છે. કદાચ માતા પિતા ઓછું ભણેલા હોય કે પછી કોઈ પણ પ્રકારના કામ ધંધા સાથે સંકળાયેલા હોય, જો વિદ્યાર્થી ધારે તો તેને સફળતાના શિખરો સર કરતો કોઈ રોકી શકતું નથી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news