છાત્રાલયનું કુલ પરિણામ 94.11%, 99.6% PR સાથે વસિયાણી રીના શાળા પ્રથમ મોરબી :મોરબી જિલ્લાના ટંકારામાં ગરીબ તથા મધ્યમ વર્ગની કન્યાઓ માટે તાલુકા મથકે સાયન્સનું સસ્તું તથા સારું શિક્ષણ આપતી સંસ્થા ઓરપેટ કન્યા છાત્રાલયનું કુલ પરિણામ 94.11% આવ્યું છે. આ છાત્રાલયની છાત્રાઓ રીના રમેશભાઈ વસિયાણી 99.6%PR સાથે પ્રથમ, કિનલ મનોજભાઈ ભાડજા 92.89% PR સાથે દ્વિતીય અને પ્રિયા પુરુષોત્તમભાઈ ચૌહાણ 91.45% PR સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. આ છાત્રાઓએ સાબિત કરી બતાવ્યું છે, કે સામાન્ય ફીમાં પણ ઝળહળતું પરિણામ મેળવી શકાય છે. શાળાના આચાર્યા મધુબેન પટેલ તથા તમામ શિક્ષકગણ દ્વારા ઉત્તીર્ણ છત્રાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news