આજુબાજુના રહિસોએ પાણીનો મારો કરી આગ કાબુમાં લીધી : મોટી જાનહાનિ ટળી હળવદ : આજે મોળી સાજના હળવદ - માળીયા હાઈવે પર આવેલ હોટલ હરીદર્શન પાસે બંધ પડેલ ખાનગી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠતા તારે દોડધામ મચી જવા પામી હતી જોકે હોટલમાંરહેલા સ્ટાફ અને આજુબાજુના લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યા હોવાનું જાણવા મળ્યુ છે હળવદ પંથકમાં પાછલા ત્રણ દિવસથી સતત આગ લાગવાના બનાવો બની રહ્યા છે ત્યારે આજે પણ આગ લાગવાના બનાવમાં વધારો થયો છે જાણવા મળતી વિગતો મુજબ આજે મોડી સાંજના હળવદ હાઈવે પર આવેલ હોટલદર્શન નજીક બંધ પડેલ ખાનગી બસમાં સોટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા ભારે અફડા-તફડી મચી જવા પામી હતી જોકે આજુબાજુના રહીશો તેમજ હોટલમાં રહેલા સ્ટાફ દ્વારા સતત પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગે એટલુ વિકળાર સ્વરૂપ ધારણ કરી દીધું હતું કે ખાનગી બસનો આગળનો ભાગ તેમજ બસમાં રહેલ સીટો આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઇ ગઈ હતુ અત્રે નોંધવુ રહ્યું કે શહેરમાં ફાયર ફાઈટરની સુવિધા નહિવત્ છે ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગમે ત્યારે આગ લાગવાના બનાવો બને તો ધાંગધ્રા અથવા તો મોરબી થી ફાયર ફાઈટર મંગાવા પડતા હોય છે વળી ફાયર ફાઈટર ન આવે ત્યા સુધી રાહ જોઈ બેસી રહેવું પડતું હોય છે.