મોરબી : મોરબીના માણેકવાડા ગામે એક સેવાભાવી દાદાએ પોતાના પૌત્રના જન્મદિને ગૌ શાળાને અનુદાન આપીને પોતાના પૌત્રના જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા રતિલાલભાઈ દેત્રોજાના પૌત્ર કલ્પ હિતેનભાઈ દેત્રોજાનો આજે ત્રીજો જન્મદિવસ હતો. ત્યારે રતિલાલભાઈએ ઉજવણીના ભાગરૂપે આમરણની બાજુમાં આવેલ કૃષ્ણાનંદ ગૌ શાળામા ગૌ માતાના ઘાસચારા માટે રોકડ રકમ અનુદાનમાં આપી હતી. આમ સેવાભાવી દાદાએ તેના પૌત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news