મોરબી : મોરબી નજીક આજે સાંજના સુમારે થયેલા બાઇક અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘૂંટુ રોડ ઉપર રામ આશિષ અવધ યાદવ (ઉ.૨૮) પોતાના જીજે ૦૩ એચએમ ૮૬૨૪ નંબરના બાઇક ઉપર જતા હતા તે વેળાએ અજાણ્યા વાહન સાથે થયેલા અકસ્માતમાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું છે. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news