મોરબી : મોરબીના નારણકા ગામે 'ગામનું ગૌરવ' કાર્યક્રમનું તારીખ-૧૮-૫-૧૯ ને શનિવાર સાંજે ૮:૦૦ કલાકે રામજીમંદિર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં નારણકા ગામના અભ્યાસમાં ઉર્તીણ પામેલ વિદ્યાથીઓ, સરકારી નૌકરીયાત, રિટાયર્ડ અધિકારી, સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા ગ્રામજનોનું સન્માન કરાશે. આ કાર્યક્રમમાં સ્વ.કાશીબેન જીવરાજભાઇ મોરડીયાના સ્મરાર્થે પ્રવિણભાઇ જીવરાજભાઇ મોરડીયા તરફથી તમામ તેજસ્વી વિદ્યાથીઓને શિલ્ડ તથા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ અશ્વિનભાઇ મનહરભાઇ મોરડીયા તરફથી રિટાયર્ડ તથા હાલ ફરજ બજાવતા નારણકા ગામના અધિકારીઓ,કર્મચારીઓનું પુષ્પ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવશે. નારણકા યુવા ગુપ્ર તરફથી તમામ કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાથીઓને પુસ્તકોની ભેટ અપાશે. ગામના ગૌરવ કાર્યક્રમમાં ડાન્શ, વકતૃત્વ, પ્રશ્નોતરી, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news