ઉષાબેન જાદવ સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર.જે. રવિ બરાસરા કરશે સીધો સંવાદ મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલ મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં એમ.પી.શેઠ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ઉષાબેન જાદવ મહેમાન બનવાના છે. તેઓ સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 'મહેમાનો ઓ વ્હાલા' શો શરુ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. આજે આ શોમાં આજે વિશિપરા ખાતે આવેલી એમ.પી.શેઠ. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન જાદવ મહેમાન બનવાના છે. ઉષાબેન જાદવ ખૂબ મહેનતુ અને પોઝીટીવ વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓએ હાઈસ્કૂલનું રીનોવેશન હાથ ધરીને ફરતે દીવાલ બનાવી છે. સાથે ૫૦૦ થી વધુ વૃક્ષો વાવીને હાઈસ્કૂલના પટાંગણને નંદનવન બનાવ્યું છે. આ ગ્રાન્ટેડ હાઈસ્કૂલમા યુનિફોર્મ તેમજ શ્રેષ્ઠ શિક્ષણ સહિતની સેવાઓ આપવામા આવજ રહી છે. વધુમાં હાઈસ્કૂલના મેનેજમેન્ટ દ્વારા તમામ વાલીઓને તેની દીકરીની સલામતીની ખાતરી પણ આપવામા આવે છે. આજે રાત્રે તેઓ સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news