દોઢ વર્ષથી ધાક-ધમકી આપીને પરીણીતા પર કુકર્મ આચરતા ઉપસરપંચની રિમાન્ડ દરમિયાન કરાશે આકરી પૂછપરછ મોરબી : મોરબીના ખેવારીયા ગામે છેલ્લા દોઢ વર્ષથી પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીતા ઉપર દુષ્કર્મ આચરતા ઉપસરપંચની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં આજે તેઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેઓની એક દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે. મોરબીના ખેવારીયા ગામે બનેલી દુષ્કર્મની ઘટનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર ખેવારીયા ગામે રહેતી પરણીતાએ ગામના ઉપસરપંચ જયદીપ ઠાકરશીભાઈ પટેલ સામે દુષ્કર્મ ગુજાર્યની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ પરણીતા ગતતા.19 એપિલના રોજ પોતાના ઘરે એકલી હતી.ત્યારે તેણીની એકલતાનો લાભ લઈને ઉપસરપંચ જયદીપ પટેલ તેના ઘરમાં ઘુસી આવ્યો હતો અને પરણીતાની એકલતાનો લાભ લઈને બજબજરીથી આરોપીઓ તેણીની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો.પરણીતાએ ફરિયાદમાં વધુમાં ઉમેર્યું હતું કે આ ઉપસરપંચ તેણી પર દુષ્કર્મ ગુજરાતો હતો.જેમાં પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપીને છેલ્લા દોઢ વર્ષથી અરોપી તેણી પર દુષ્કર્મ ગુજરતો હતો. આ મામલે પરિણીતાએ દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે આ બનાવમાં 376ની સાથે એટ્રોસિટીની કલમ લગાવીને આરોપીને ગઈકાલે ઝડપી પાડ્યો હતો. બાદમાં આજે પોલીસે આરોપીને ત્રણ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપીની એક દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે. હાલ આ કેસની તપાસ ડીવાયએસપી બન્નો જોશી ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news