બે ટ્રક વચ્ચે થયેલી ટક્કર બાઈકચાલક માટે જીવલેણ નીવડી મોરબી : મોરબી નજીક મકનસર પાસે આજે ત્રિપલ અકસ્માત સામે આવ્યો છે. જેમાં બે ટ્રક વચ્ચે ટક્કર થતા તેની વચ્ચે બાઇક આવી ગયુ હતું. આ અકસ્માતમાં બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના મકનસર નજીક બે ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત વચ્ચે બાઇક પણ આવી ગયું હતું. જેથી બાઈકચાલક મહાવીર સિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.૪૦) રહે. નાની વાવડી, તા. મોરબીવાળાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news