મોરબીની નાલંદા સિનીયર સેકન્ડરી સ્કૂલમાં ભારતની પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલનો વિશેષ સેમિનાર યોજાયો મોરબી : ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ દ્વારા પ્રિન્સીપાલ જયેશ ગામીની અધ્યક્ષતામાં મોરબીની નાલંદા સીનીયર સેકન્ડરી સ્કૂલમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. નિલમ ગોયલે સેમીનારમાં જણાવ્યું કે આજે ભારતની દરેક વ્યકિતની વિજળી વપરાશની તેમજ આવકની તુલના ચીન તેમજ વિકસીત દેશો સાથે કરવામાં આવે તો ભારત ઘણું પાછળ છે. વધુમાં તેઓએ કહ્યું કે ભારતની વર્તમાન પ્રત્યેક વર્ષ દરેક વ્યકિતની વિજળી ઉપભોગની ક્ષમતા તેમજ આવક ક્રમાનુસાર ૧૦૧૦ યુનિટ તેમજ ૮૮,૫૩૩/- રૂપિયા છે જયારે ચીનમાં આ ૪૦૦૦ યુનિટ તેમજ ૧,૯૦,૦૦૦/- રૂપિયા છે. ફ્રાંસ, જાપાન, જર્મન, રશીયા, બ્રિટનમાં આ લગભગ ૭૦૦૦ થી ૮૦૦૦ યુનિટ તેમજ રૂા. ૧૨થી ૧૫ લાખ રૂપીયા સુધી છે. અમેરીકાની પ્રતિવ્યકિત વાર્ષિક વિજળી વપરાશ તેમજ આવક ક્રમાનુસાર ૧૩,૦૦૦ યુનિટ તેમજ ૨૮,૦૦,૦૦૦/- રૂપીયા છે. ડો. નિલમે બતાવ્યું કે વર્ષ ૨૦૧૪-૧૫ માં ભારતની કુલ આવકમાં ખેતીનું યોગદાન ૧૩.૩ ટકા તેમજ ઉધોગોનું યોગદાન ૨૧.૮ ટકા અને સર્વિસનું યોગદાન ૬૪.૯ ટકા થયુ છે. ડો. નિલમ ગોયલે જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થાના ત્રણ મૂળભૂત આધાર છે. પ્રથમ ખેતી, બીજું ઉધોગ તેમજ ધંધા તેમજ ત્રીજુ સેવાઓ. આ ત્રણ આધારની પારાશીશી છે ઉર્જા. ભારતની ચાર મહાકાંક્ષી યોજનાઓમાં પ્રથમ ભારતની દરેક નદીઓના આંતરસંબંધ, બીજુ ભારતમાં ગામડાઓમાં તથા શહેરોથી લઈ રાજધાની સુધી જોડતા રાજમાર્ગની સ્થિર વિશ્વસનીય વ્યવસ્થા, ત્રીજુ ભારતમાં પ્રતિવર્ષ લગભગ ૫૦૦૦ યુનિટ પ્રતિ વ્યકિત સમય વિજ ઉત્પાદન, ચોથુ ભારતની સમગ્ર ઉપજાવ જમીન પર સ્વદેશી ઉત્કૃષ્ટ ખેતી પ્રબંધન. આ ચાર યોજનાઓના કાર્યરતના માર્ગમાં મુખ્યત્વે નીચે મુજબની ચાર પ્રકારની ચૂનોતી દિવાલ બનાવીને ખડી રહેલ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય સબંધ,બીજું આંતર રાજય સબંઘ, ત્રીજુ વળતરની રકમ તેમજ ચોથી ક્ષેત્રીય જન–પ્રતિનિધી, ક્ષેત્રીય પાર્ટી કાર્યકર્તા, બહારના વેપારનો માર્ગ તથા કહેવાતા સમાજ સેવકો તેમજ જોહુકમી તત્વો વિગેરે, અને આ તમામની જડ માન્યતા છે. સામાન્યથી લઈ ખાસ વ્યકિતઓની અજ્ઞાનતાને કારણે ભારતમાં આ યોજનાઓ કાર્યરત કરવાની ગતિ કાચબાની જેમ ધીમી હોવાના કારણે અમુક યોજનાઓ તો મૃતપાય છે. ભારતમાં કોઈ રાજયના તેમજ પુરા દેશમાં ચારે બાજુના વિકાસની આ ચાર મહત્વપૂર્ણ યોજનાઓ સમયાવધીમાં સફળતા પૂર્વક લાગુ કરવા પર નિર્ભર છે. પરમાણુ સહેલીએ સ્કુલ તેમજ દરેક વિદ્યાર્થીગણ તેમજ સ્ટાફને આ યોજનાઓના સંદર્ભમાં જાગૃત કરતા કહયું કે આપણા વિસ્તારમાં આ યોજનાનો આવે છે તો તમો તેને કાર્યરત કરવામાં સકારાત્મક અભિગમ બનાવીને આ યોજનાઓ માટે પૂર્ણ રીતે નૈતિક સમર્થન પ્રસ્તુત કરશો આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news