કચરા ટોપલી ન મુકાતા ઠેરઠેર કચરાના ગંજ જામ્યા મોરબી : મોરબી પાલિકા તંત્રની સફાઈ બાબતે વધુ એક ગંભીર બેદરકારી બહાર આવી છે.જેમાં પાલિકા તંત્રએ લોકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે તે માટે વિવિધ વિસ્તારમાં મુકવા માટે કચરા ટોપલી તો વસાવી લીધી હતી.પણ તંત્રની આળસવૃત્તિને કારણે મોરબી પાલિકામાં કચરા ટોપલીઓ સડી રહી છે અને કચરા ટોપલીઓ ન મુકાતા ઠેરઠેર કચરાના ગંજ જામી રહ્યા છે. મોરબી પાલિકા તંત્ર જાણે બેદરકારીમાં રેકોડ કરવા માગતું હોય તેમ લાપરવાહીની હદ ઓળગી રહ્યું છે.ખાસ કરીને શહેરની સફાઈનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે.જોકે સફાઈ બાબતે વારંવાર તંત્રની નમૂનારૂપ બેદરકારીની પોલ છતી થયા કરે છે.ત્યારે પાલિકા તંત્રએ તો હવે હદ કરી નાખી હોય તેવી ગંભીર બાબત ધ્યાને આવી છે.જેમાં શહેરના કોર્મિશયલ વિસ્તારો અને મુખ્ય બજાર વિસ્તારોમાં લોકો જ્યાં ત્યાં કચરો ફેકીને ગંદકી ન કરે તે માટે ત્યાં કચરા ટોપલી મુકવાની ખાસ જરૂર હોય છે અને આ માટે પ્રથમ તો તંત્રએ હાઇશો હાઇશો કરીને તતપરતા દર્શાવી હતી.પાલિકા તંત્રએ શહેરના મુખ્ય વિસ્તરો માટે ખાસ કચરા ટોપલીઓ વસાવી હતી.પણ હજુ સુધી આ કચરા ટોપલીનું વિતરણ જ કર્યું નથી.જેને કારણે મોરબી પાલિકાના ટાઉન હોલ પાસે પડેલી આ કચરા ટોપલીઓ ધૂળ ખાઈ રહી છે.દરેક કાર્યની શરૂઆતમાં શૂરવીરતા દેખાડતી પાલિકા અંતે તો પાણીમાં જ બેસી જાય છે.આ કચરા ટોપલીમાં પણ આવું જ થયું છે.કદાચ આ ધૂળ ખાતી કચરા ટોપલી સડીને નષ્ટ થઈ જાય તો પણ પાલિકા તંત્રના પેટનું પાણી હલે તેમ નથી.બીજીતરફ કચરા ટોપલી ન મુકતા જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવી રહ્યો છે અને ભારે ગંદકી ફેલાઈ રહી છે.ત્યારે તંત્રમાં થોડી ઘણી શરમ બચી હોય તો વહેલી તકે ધૂળ ખાતી કચરા ટોપલીનું વિતરણ કરે તેવી જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news