શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નીકળતી માલગાડી ખુલ્લી હોવાથી કોલસાની રજકણો અખોમાં ઘુસી જાય છે. માલગાડીના કોલસો તાલપત્રીથી ઢાકી દેવા માંગ મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તરોમાંથી વારંવાર પસાર થતી માલગાડીઓમાં ભેરલો કોલસો ખુલ્લો હોવાને કારણે તેમાંથી કોલસાની ઝીણી ડસ્ટ સતત ઊડતી રહે છે.જેના કારણે વાહન ચાલકોને અખોમાં કોલસાની રઝકણો આખોમાં ઘુસી જતી હોવાથી અકસ્માતની ભીતિ રહે છે.તેથી માલગાડીઓના કોલસાનાને તાલપત્રીથી ઢાકી દેવાની માંગ ઉઠી છે. મોરબીમાં પેસેન્જર ટ્રેનો કરતા સૌથી વધુ માલવાહક ટ્રેનો દિવસમાં અનેકવાર પસાર થાય છે.જોકે આ માલવાહક ટ્રેનોની સૌથી મોટી સમસ્યાએ છે કે તેમાં ભરેલો કોલસો એકદમ ખુલ્લો હોય છે.સામાન્ય રીતે રેલવે તંત્ર દ્વારા લોકોની સલામતી જળવાઈ રહે તે માટે માલગાડીમાં ભરેલો કોલસાની તાલપત્રીથી ઢાંકી દેવાનો હોય છે.જેથી પસાર થતી માલવાહન ટ્રેનોમાંથી કોલસાની રજકણો ઉડે નહિ.પરેતું આ બાબતે રેલવે તંત્ર દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે.જેથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોલસાને તાલપત્રીથી ઢાક્યાં વગર જ માલવાહક ટ્રેનો પસાર થાય છે.માલગાડીની ઝડપીને કારણે વધુ પવન લાગતા રસ્તામાં છેક સુધી માલગાડીમાં કોલસાની રઝકણો ઊડતી રહે છે.અને કોલસો પણ ઠેક ઠેકાણે પડતો રહે છે.ખાસ કરીને કોલસાની રજકણો રેલવે લાઇન નજીક રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને અખોમાં ઘુસી જાય છે અને અકસ્માત થવાનું ભારે જોખમ રહે છે.જોકે આ ઘણા સમયથી સમસ્યા છે.અગાઉ પણ માલગાડીઓના કોલસાને તાલપત્રીથી ઢાકવાની માગ ઉઠી હતી.પરંતુ રેલવે તંત્ર ઉદાસીન રહેતા આ સમસ્યા ઘણી ગંભીર બનીને વાહન ચાલકોને અકળાવી રહી છે.તેથી રેલવે તંત્ર આ બાબતે ગંભીર બનીને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માગ ઉઠી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news