હત્યામાં વપરાયેલા તમામ હથિયારો કબ્જે લેવાયા મૃતકે પોતાની સેન્ટ્રોગાડી આડી નાખતા ઉશ્કેરાયેલા તેના ભત્રીજા સહિતના આરોપીઓ હત્યા કરી નાખી હતી. મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યા નિપજાવનાર તેના જ ભત્રીજા સહિતના પાંચ આરોપીઓ ઝડપાયા બાદ આજે કોર્ટના આદેશ પ્રમાણે પાંચેયને જેલહવાલે કરવામાં આવ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી હત્યાના ગુનામાં વપરાયેલા તમામ હથિયારો કબ્જે લીધા હતા. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ખોડિયાર ટ્રાવેલ્સના માલિક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની ગત તારીખ 2 ના રોજ તેના જ સગા ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ રાણા, મુકેશ ઉર્ફે મુકલો ભરવાડ તથા એક સગીર આમ કુલ છ શખ્સોએ મળીને હત્યા કરી હતી. આ બનાવ બાદ પોલીસે ચારેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. બાદમાં ગઈકાલે આ હત્યા પ્રકરણમાં ફરાર રહેલો પાંચમો આરોપી મનીષભાઈ ઉફે કુમાર હર્ષદરાય કપાસી ઉ.વ.53 આજે સામેથી પોલીસ મથકે હાજર થતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી.આજે આ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ પાંચેયને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો.પોલીસે આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમ્યાન હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા પિસ્તોલ,તલવાર છરી, ધોકો અને પાઈપ અને ત્રણ મોબાઈલ કબ્જે લીધા હતા.હત્યાના કારણ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બનાવના આગલા દિવસે આરોપી જયરાજસિંહને મૃતક ટીનુભાએ માર માર્યો હતો.અને જયરાજસિંહએ તેજ રાત્રે ફરિયાદ કરી હતી અને તમામ આરોપીઓ ભેગા થઈને મુકેશ ભરવાડને સામાકાંઠે મુકવા જતા હતા.તે દરમ્યાન ટીનુભાએ નટરાજ ફાટક પાસે પોતાની સેન્ટ્રો ગાડી આડી નાખતા રોષે ભરાયેલા આરોપીઓએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.આ બનાવમાં પ્રિપ્લાન ન હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news