ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુન્હાના મૂળ મધ્યપ્રદેશના બે આરોપીઓનો ટંકારા પોલીસે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના કાકડવા ગામના રાજુ રેવશીંગ અલાવા ઉં. વ. 27 ધંધો ખેતી, અને નિલેશ શંકરભાઇ અલાવા ઉં. વ. 19 ધંધો ખેતી રહે બન્ને એમ.પી. વાળાઓની ટંકારા તાલુકામાં થયેલ લૂંટ અને ધાડના ગુન્હામાં આઈ.પી.સી. કલમ 395, 506 (2), જી.પી. એકટ 135 હેઠળ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી કબજો મેળવી ટંકારા પોલીસ મથક ખાતે અટકાયત કરી લવાયા છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એલ બી.બગડા, પો.હેડ.કોન્સ.એમ.કે. બ્લોચ, પો.કોન્સ. બીપીનભાઈ તેમજ રણધીરભાઈ રોકાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news