આકરા તાપના કારણે આ વર્ષે શોભાયાત્રા રદ કરાઈ : મહાઆરતી, પરશુરામ પુજન,રાજભોગ સહિતના પ્રસંગો પરંપરા મુજબ યોજાશે ટંકારા : ટંકારામા ભગવાન વિષ્ણુના છઠા અવતાર ગણાતા અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજી ની જન્મ જયંતિ ઉજવવા બ્રહ્મસમાજમા ભારે થનગનાટ જોવા મળે છે. આ પ્રસંગે મહાઆરતી, પરશુરામ પુજન,રાજભોગ સહિતના પ્રસંગો પરંપરા મુજબ યોજાશે. પરંતુ આકરા તાપના કારણે આ વર્ષે શોભાયાત્રા રદ કરી દેવામાં આવી છે. ટંકારા બ્રહ્મસમાજ સંસ્થાની મહાદેવ સેના દ્વારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ દર વષઁની જેમ પરંપરાગત ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની સમાજની અોનલાઈન મળેલી કારોબારીમાં નકકી થયા મુજબ ભગવાન વિષ્ણુના છઠા અવતાર મનાતા અને બ્રાહ્મણો ના ઇષ્ટદેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ ઉજવણી કરવાની જવાબદારી પ઼મુખ હષઁદભાઈ ત્રિવેદીઍ પોતાની અનઉપસ્થિતીમા સંસ્થાની યુવા ટીમ મહાદેવ સેનાને સુપરત કરી હતી. બ્રહ્મ સમાજ સંસ્થાના પ્રમુખે પરશુરામજીની જન્મ જયંતિના ધામિઁક ઉત્સવ માટે સંસ્થાના મોભી રમેશભાઈ ત્રિવેદી, મહામંત્રી જવાહર ઠાકર,મહાદેવ સેનાના ગીરીશ પંડયા સાથે પરામશઁ કરી ઉપપ્રમુખ શશીકાંતભાઈ આચાર્યના વડપણ હેઠળ ઉજવણી કરવાનુ નકી કરાયુ હતુ.ધામિઁક કાયઁક઼મ માટે સંસ્થાના યુવકો જય દવે, યોગેશ રાવલ,મનિષ ત્રિવેદી, કૌશિક ત્રિવેદી, કિશોરભાઇ પંડયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. કાયઁક્રમમા દરવષઁની પરંપરા પ્રમાણે સાંજે પાંચ વાગ્યે મહાઆરતી, પરશુરામ પુજન, દિપમાળા,રાજભોગ સહિતના ધામિઁક કાયઁક્રમો બાદ સમુહ પ્રસાદ ગ્રહણ કરાશે. ઉનાળાના આકરા તાપથી સમાજના જન આરોગ્યની તકેદારી ઉપરાંત, બ્રહ્મસમાજ દરેક સમાજ વગઁનુ હિત જોનારો સમાજ હોય,ગામડામાં પાણીની કટોકટી હોઇ ત્યારે શોભાયાત્રા યોજી પાણી વેડફવુ અસ્થાને છે. તેથી શોભાયાત્રા રદ કરવાની જાહેરાત કરવા આવી હતી ઉનાળામા આવતો ધામિઁક પ્રસંગ સમગ઼ સમાજનુ હિત જોઇને ઉજવવાનુ નકી કરવામા આવતા બ્રહ્મસમાજની સરાહના થઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news