મોરબી : મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબની ટીમે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાનમાં પુસ્તક પરબ ટીમની સાથે વાંચકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. મોરબીમાં પુસ્તક પરબ ટીમ દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનો કાર્યક્રમ ગોઠવીને કોઈ એક પુસ્તકનો પરિચય આપવામાં આવે છે. આ સાથે ટીમ દ્વારા વાંચકોને વિનામૂલ્યે પુસ્તક પણ પુરા પાડવામાં આવે છે. આ પુસ્તક પરબની ટીમ દ્વારા શહેરના સરદારબાગમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પુસ્તક પરબની ટીમ સાથે વાંચક મિત્રોએ પણ ઉત્સાહભેર જોડાઈને સાફ સફાઈ હાથ ધરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news