એસોસિએશન સાથે સંકળાયેલા શો રૂમમા સોનાના દાગીનાના ઘડામણમા ૧૦ ગ્રામે રૂ. ૧ હજારનું ડિસ્કાઉન્ટ મોરબી : મોરબી ગોલ્ડ એસોસિએશન અખાત્રીજ નિમિતે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર લાવ્યું છે. જેમા તા. ૧૧ સુધી એસોસિએશન સાથે સંકળાયેલા તમામ શો રૂમમાં સોનાના દાગીનાના ઘડામણ ઉપર ૧૦ ગ્રામે રૂ. ૧ હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકાય છે. ખાસ કરીને આ દિવસે લોકો સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે. ત્યારે મોરબી ગોલ્ડ એસોસિએશન અખાત્રીજ નિમિતે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર લઈ આવ્યું છે. જેમાં એસોસિએશન સાથે સંકળાયેલા શો રૂમમાં ગ્રાહકોને આજે તા. ૬ થી ૧૧ સુધી સોનાના દાગીનાના ઘડામણ ઉપર ૧૦ ગ્રામે રૂ. ૧ હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફરનો લાભ ૐ જે.પી. જવેલર્સ, સોની બાબુલાલ ખુશાલચંદ, નુંપુર જવેલર્સ, કિશાન જવેલર્સ, સોની બાબુલાલ કરશનદાસ, રાધે જવેલર્સ, કે.કે. જવેલર્સ, સોની મનસુખલાલ ચુનીલાલ, વિશાલ જવેલર્સ, શ્રી કૃષ્ણ જવેલર્સ ચોકસી વનરાવનદાસ લક્ષ્મીદાસ, બંસીધર જવેલર્સ, શ્રીનાથજી જવેલર્સ, રાધા કૃષ્ણ જવેલર્સ (વાધપરવાળા), વ્રજભૂમિ જવેલર્સ, ચોકસી બ્રધર્સ, જેચંદભાઇ ગીરધરલાલ પાટડીયા, ગોપી જવેલર્સ, શ્રી ઉમીયા જવેલર્સ, સોની શામજી લાલજીભાઇ(માળીયાવાળા), પાર્થ જવેલર્સ, જે.પી. જવેલર્સ, સોની રમણીકલાલ ચુનીલાલ, રાજા જવેલર્સ, પારેખ જવેલર્સ, સોની જીવાભાઇ મુળજીભાઇ, શુભ જવેલર્સ, એકતા જવેલર્સ, અનુભાઈ જવેલર્સ, મનાલી જવેલર્સ, પી.ડી. જવેલર્સ, શ્રીજી જવેલર્સ, ગીરીરાજ જવેલર્સ, સનગોલ્ડ જવેલર્સ, રાધા કૃષ્ણ જવેલર્સ (માંડલીયા), પારસ જવેલર્સ, મનહર જવેલર્સ, કે.એચ. જવેલર્સ, પાટડીયા જવેલર્સ, અલંકાર જવેલર્સ, આર.કે. જવેલર્સ, ઉમીયા જવેલર્સ સુવર્ણનિધી જવેલર્સ, શ્રી ભગવતી ગોલ્ડ, વૈશાલી જવેલર્સ, ગણેશ જવેલર્સ અને રૂષિ જવેલર્સમાથી મળશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news