મોરબી : વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની ચૂંટણી આજે તારીખ 4ને શનિવારે લોકશાહી ઢબે કરવામાં આવી હતી, જેમાં સિપાઈ મહમદ હનિફભાઈની ટીમ વિજયી બની હતી. આ ચૂંટણી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી, જેમાં હનિફભાઈની ટીમ કુલ 27 મતમાંથી 18 મતની લીડથી બીજીવાર વિજેતા બન્યા હતા. મહામંત્રી તરીકે દલાભાઈ વાઘેલાની નિમણુંક કરવામાં આવી હતી. વિજયી બનવા બદલ સમગ્ર ટીમને વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news