મહિલાઓનું ટોળુ જોઈને મંત્રી સૌરભ પટેલની અધ્યક્ષતામો કલેકટર કચેરીએ યોજાનાર પાણીની સમીક્ષા બેઠક પણ બારોબાર સર્કિટ હાઉસે ગોઠવી દેવાઈ મોરબી: મોરબીમાં તંત્રના અણઘડ આયોજનના કારણે છતે પાણીએ લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે.તેથી ધીરજ ખૂટી જતા મહિલાઓ પાણી મુદે પોતાનું પાણી બતાવી રહી છે જેમાં આજે ભડિયાદ ગામના પાણી પ્રશ્ને મહિલાઓએ કલેકટર કચેરીમાં ઘેરાવ કર્યો હતો અને મંત્રી સૌરભ પટેલને રૂબરૂ રજુઆત કરવાના હઠાગ્રહ સાથે મહિલાઓએ ત્યાં જ ધામા નાખ્યા હતા.પરંતુ મહિલાઓનો રોષ જોઈને કલેટરર કચેરીએ યોજાનાર પાણીની સમીક્ષા બેઠકમાં મંત્રી સૌરભ પટેલ ડોકાયા ન હતા અને આ બેઠક બારોબાર સર્કિટ હાઉસે ગોઠવી દેવાઈ હતી. મોરબીના ભડિયાદ ગામે પાણી પ્રશ્ને આજે મહિલાઓ આક્રમક બની હતી અને ભડિયાદ ગામની 100થી વ ધુ મહિલાઓનું ટોળું મોરબીની કલેકટર કચેરીએ દોડી ગયું હતું.આ મહિલાઓએ કલેકટરે કચેરીને ઘેરાવ કરીને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.જોકે કલેકટરે સહિતના અધિકારીઓ આજે મોરબી જિલ્લાની પાણીની સમીક્ષા કરવા માટેની મીટીંગોમાં વ્યસ્ત હોય અને પાણીની સમસ્યા હલ કરવા માત્ર વાતોના વડા કરતા અને કાગળ પર જ નક્કર આયોજન કરતા હોવાના બળાપા સાથે મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને ચિટનીશ ટુ કલેકટર સમક્ષ પાણી પ્રશ્ને હાલની કાળઝાળ ગરમીમાં ભોગવવી પડતી હાડમારીની વ્યથાનો ચિતાર આપ્યો હતો. મહિલાઓએ તેમના વિસ્તારમાં છેલ્લા છ સાત દિવસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરી હતી આથી ચીટનીશ ટુ કલેકટરે પાણી પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી પણ મહિલાઓએ જણાવ્યું હતું કે આ પાણી માટેની બેઠકમાં મંત્રી સૌરભ પટેલ આજે કલેકટરે કચેરીએ હાજરી આવવાના હોય તેમને રજુઆત કરીને જ જશું તેમ કહીને ત્યાં જ મહિલાઓ બેસી ગઈ હતી. જોકે આજે મોરબી જિલ્લામાં અછત અને પાણીની સ્થિતિની સમીક્ષા કરવા કલેકટર કચેરીએ યોજાનાર બેઠકમાં હાજરી આપવા મંત્રી સૌરભ પટેલ બપોરે 3 વાગ્યાએ આવવાના હતા.પણ આજે કલેકટર કચેરીએ મહિલાઓનું ટોળું જોઈને તેઓ ડોકાયા ન હતા અને આ મીટીંગ પણ કલેકટર કચેરીને બદલે બારોબાર સર્કિટ હાઉસે ગોઠવી દેવાતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news