અગાઉ ૧૫ આરોપીઓ પોલીસ સકંજામાં સપડાયા હતા મોરબી : નિર્દોષ લોકોના ડોક્યુમેન્ટ અને ફોટા યેનકેન પ્રકારે મેળવીને તેના આધારે જીએસટી નંબર મેળવી ૧૬ બોગસ પેઢીઓ ઉભી કરીને સરકારને અંદાજે અઢારેક કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર ગેંગના ૧૫ આરોપીઓને અગાઉ પકડીને જેલની હવા ખવડાવનાર મોરબી એસઓજીએ મોરબી સ્થિત વધુ એક આરોપીની ધરપકડ કરતા પકડાયેલા આરોપીનો કુલ આંક ૧૬ થયો છે. એસઓજીના પો.ઇન્સ. જે.એમ.આલની તપાસ દરમ્યાન કૌભાંડમાં સામેલ અવિનાશ ઉર્ફે બુકી લક્ષમણનભાઈ માકાસણા (ઉં.વ.૨૯) રહે. રવાપર રોડ, હનુમાનજીના મંદિર પાસે, કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. ૨૦૪, મોરબી વાળાની આ બનાવમાં સંડોવણી ખુલતા આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કરોડોના જીએસટી ચોરી કૌભાંડમાં એસઓજીની બે ટિમ કૌભાંડીઓને પકડવા માટે કાર્યરત છે. ત્યારે વધુને વધુ આરોપીની સંડોવણી સામે આવી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news