ઘનશ્યામભાઈ અઘારા અને સીતારામભાઈ રામાનુજ સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં ઘનશ્યામભાઈ અઘારા અને સીતારામભાઈ રામાનુજ સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 'મહેમાનો ઓ વ્હાલા' શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. આજે આ શોમાં પક્ષીપ્રેમી ઘનશ્યામભાઈ અઘારા તેમનાં સાથીમિત્ર સીતારામભાઈ રામાનુજ મહેમાન બનવાના છે. નોંધનીય છે કે, તેઓ દરરોજ પક્ષીઓ માટે ચણ અને પાણીની સેવા કરે છે તથા મહાપ્રભુજીની બેઠક પાસેનાં જંગલ વિસ્તારમાં પણ પક્ષીઓની સેવા કરવા જાય છે , તો આજે રાત્રે તેમના જીવન વિશેની તથા તેમનાં કાર્ય વિશેની કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.