વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના યુવાને અગ્નિસ્નાન કરી લેતાં યુવાનને રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને દમ તોડ્યો હતો બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવળી ગામના સાવન કિશોરભાઈ વોરા (ઉ.વ.૧૮) નામના યુવાને રાત્રીના સમયે જડેશ્વર રોડ પર આવેલી અંજની સિરામિક ફેક્ટરીમાં શરીરે આગ ચાંપી દઈને અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર હાલતમાં યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન જ યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૃતક યુવાન અંજની સિરામિકમાં કામ કરતો હતો અને તે પ્રેમમાં નિષ્ફળ જતાં નાસીપાસ થઈને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news